Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Abstract

3  

Kiran piyush shah "kajal"

Abstract

થાય છે

થાય છે

1 min
191


કેમ સમજાવું હવે કે મહેરબાની થાય છે, 

જિદથી કાયમ અહીંયા માનહાની થાય છે,


લાગણીને મૂલવાતી ત્યાં મથામણ ચાલતી, 

વ્હાલના કરતા ગુણાકારો સફળ ક્યાં થાય છે, 


ઢાંકણું ઢાંકી પછી રાખી શકો ભીતર બધું, 

થાય ભેગું આવશે ઉભરો કશી હાની થાય છે ? 


નામ જપતાં થાય જીવન પૂર્ણ તો અફસોસ શો ? 

કોણ હું ને કોણ તું સમજાય ફાની થાય છે, 


છે ભરોસો, કેમ દેખાડો નથી કરવો અહીં ? 

જીવતી ઈચ્છા સમું જીવન કહાની થાય છે, 


વાંક કાઢી ફાયદો થાશે ઘણો તો બોલ ત્યાં, 

ખાસ વાતો મનમાં રાખી પાછીપાની થાય છે, 


ફૂલ સાથે કાંટા ચૂંટી ખૂબ ચુભન પણ સહી, 

ફૂલ જેવી જાત આજે ફૂલદાની થાય છે, 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract