તેર
તેર


કોઈ ગણે અપશુકનિયાળ
ગણિતશાસ્ત્રી માને શુકનિયાળ,
તેર કેટલો આંકડો મજબૂત
અવિભાજ્ય છે સાબૂત,
તેર છે નિરવયવ
એકત્રીસ પણ નિરવયવ,
તેર ને એકત્રીસ એકબીજાનું પ્રતિબિંબ
એટલે તો છે બંને આંકડાં વયવરનિ,
ગણિતશાસ્ત્રી ગણે તેરને સુખી
એક ને ત્રણનાં વર્ગનો સરવાળો દશ,
દશમાં એક ને શૂન્યનો વર્ગ એક
તેર ફિબોનાકી લકી ને કેન્દ્રસ્થ શ્રેણી અંક,
તેરની વાત છે ન્યારી
ગણિતશાસ્ત્રીને પ્યારી.