STORYMIRROR

Sunita B Pandya

Drama

2  

Sunita B Pandya

Drama

તારું નામ

તારું નામ

1 min
284

રગ રગ મોરે, અંગ અંગ મોરે

એક જ નામ તારું નામ,


મારી હારે તારું નામ શોભે જાણે,

કેડીયા સંગ પાઘડીને લૈલા સંગ મજનુનું નામ,


નવરંગ હું પહેરું ચોલી, સતરંગી આભલા ટાંકું,

ચડીઓ રંગ મુજને તારો, અંતરંગી છે મન આજ,


હાલોને રમીએ હરહંમેશની જેમ જ આજ

ગીતોનો રૂડો તહેવાર છે આજ,

સાથ છે અંબામાંના આશીર્વાદ,


ગોરો વાન, કાળો વાન લાગે છે નંબર વન આજ,

ચશ્માં પણ નીકળી ગયા, ગોગલ્સ લાગે ટનાટન આજ,


પંખીને ફૂટી પાંખને છંદને મળી ગયો છે રાગ,

રમું આખી રાત તારી હારે જાણે રાધા સંગ ઘનશ્યામ,


મંદ મંદ સ્મિત તારું, લાગે જાણે ગુલમહોરનું ફૂલ,

કિસ્મત પણ ચમકી ને ચાંદલિયો પણ હસતો આજ,


ઓડી, બોડીથી વધારે લાગે અનમોલ મુજને તું છોરી,

મારી શાન મારી માન ક્યારે લઈને આવું હું જાન?

પ્રશ્નનો આપ તું જવાબ, લાગે છે લાજવાબ તું આજ,


તારો મારગ મારો મારગ થઈ ગયો છે આપણો મારગ,

રાજા ખુશ રાણી ખુશ રંગલો એ થનગનતો આજ,


બેલડી સારસની જેમ મુક્ત બની વિહરતી આજ,

તારામૈત્રકની પહેલી મુલાકાત જાણે મરુભૂમિમાં ઉગ્યું એક ગુલાબ


રગ રગ મોરે, અંગ અંગ મોરે

એક જ નામ તારું નામ


Rate this content
Log in

Similar gujarati poem from Drama