STORYMIRROR

Umesh Tamse

Drama Inspirational

3  

Umesh Tamse

Drama Inspirational

તારી આંખમાં

તારી આંખમાં

1 min
14K


લાગણી છલકાય તારી આંખમાં,

રોજ કવિતા થાય તારી આંખમાં.


દર્દ પણ મલકાય તારી આંખમાં,

જિંદગી બદલાય તારી આંખમાં.


સૂર્ય ડૂબી જાય તારી આંખમાં,

ને ઉદય પણ થાય તારી આંખમાં.


તું ભલે કાંઈ ના બોલે તે છતાં,

અર્થ સૌ સમજાય તારી આંખમાં.


વૃક્ષ વાવ્યું તેં ખુશીનું દિલ મહીં,

આંસુ પણ ગભરાય તારી આંખમાં.


ખુદને તું જાણી ગઈ છે એટલે,

એષણા કરમાય તારી આંખમાં.



Rate this content
Log in

Similar gujarati poem from Drama