તારા વગર
તારા વગર


અઢળક ચાહત પણ સમયની જ વાતમાં આવી ગઈ,
જ્યારે વાતના સમયે તું સમયનું બહાનું બતાવી ગઈ.!
કઈ કેટલાએ પ્રસંગો ને યાદો ભેગા કર્યા હતા તને કહેવા,
ને તું મારી સામુ જોઈ ઓળખ પણ છુપાવી અજાણ બની ગઈ.!
હું એ જાણું છું કે તે તકલીફમાં હાથ પકડ્યો હતો મારો,
પણ અત્યારે સમજાયું નઈ તું કેમ આવું અણધાર્યું કરી ગઈ.!
કઈ રીતે હું જીવીશ એક એક પળ તારા વગર યાદોમાં,
તું જોને તારી લાગણીઓનું ઘેલું લગાડી એકાંતમાં છોડી ગઈ.!
હશે ત્યારે શું થાય જીવવું જ પડશે તારા વગર મારે આમ,
સમયની કેડીએ તું એનો હાથ ઝાલી
વિરહાગ્નીમાં બળતો મુકતી ગઈ.!