બની જાય છે
બની જાય છે
ઈશ્વર અવળો ન્યાયદાર બની જાય છે,
કે સુખી અચાનક બેકાર બની જાય છે,
ગરીબ બિચારા તનતોડ મે’નત કરે,
ગુંડા રાતોરાત પૈસાદાર બની જાય છે,
મહેનતું મહેનત કરી-કરીને મરે,
ને ભિખારી નાણાં ધિરનાર બની જાય છે,
જગતમાં જરા કંઈક ચમત્કાર કરી,
સામાન્ય માણસ અવતાર બની જાય છે,
‘સાગર’ જિંદગીમાં નહિ રાખીએ ભાન તો,
જીવન દૂષણોનું શિકાર બની જાય છે.
