માણસ જાણે મોબાઈલ થઈ ગયો
માણસ જાણે મોબાઈલ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો છે,
જરૂર જેટલી જ લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો છે,
ખરે સમયે જ ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો છે,
આ માણસ જાણે ...
પાડોશીનું ઊંચું મોડલ છે,
જુઓ ને જીવ બળતો થઈ ગયો છે,
યાર ! થોડી રાહ જોઈ હોત તો,
અમે ઘરમાં ય કહેતો થઈ ગયો છે,
આ માણસ જાણે ..
સામે કોણ છે એ જોઈને,
સંબંધ રીસિવ કરતો થઈ ગયો છે,
સ્વાર્થના ચશ્માં પહેરી, સંબંધોની પણ,
સ્વીચ ઓફ કરતો થઈ ગયો છે,
આ માણસ જાણે ...
હોય ઘરમાં ને છું હમણાં બહાર,
એમ જૂઠું બોલતો થઈ ગયો છે,
આજે ઓપો તો કાલે વિવો એમ
ફાયદો જોઈ મિત્રો બદલાતો થઈ ગયો છે,
આ માણસ જાણે...
ઈન્કમિંગ-આઉટગોંઇંગ ફ્રી ના ચક્કરમાં,
કુટુંબના કવરેજની બહાર થઈ ગયો છે,
હવે શું થાય બોલો ! એ ખુદ
મોડેલ ફોર ટુ ઝીરો થઈ ગયો છે,
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો છે.
