તૈયારી
તૈયારી
યમદેવ એક દિ' આવશે
આવીને કહેશે,
ચાલો મારી સાથે,
સમય તમારો પુરો થયો,
ચાલો મારી સાથે,
સામે દેખીશું દેખીને કહીશું,
રાહ તો બહુ જોવડાવી
છેવટે આવ્યા ખરા,
ચાલો તમારી સાથે,
વિચાર તમારો બદલાય
એ પહેલાં ચાલી નીકળીએ,
સ્વર્ગ કે પછી નર્ક
ઈચ્છા તમારી ત્યાં ચાલીએ,
ચાલો ત્યારે ચાલી નીકળીએ.