ઘુવડ
ઘુવડ
ઘુવડ હસ્યું, મેં જોયું.
કટાક્ષયુકત હસ્યું, મેં જોયું.
ફરી હસ્યું, મેં જોયું.
પૂછ્યું તો બોલ્યું;
અમારે તો અંધકાર છે,
અંધકાર એ સત્ય છે.
દુનિયામાં પણ આમ છે;
ઘણા ભૂલી ગયા છે,
પ્રકાશ એ સત્ય છે.
ઘુવડ હસ્યું, મેં જોયું.
કટાક્ષયુકત હસ્યું, મેં જોયું.
ફરી હસ્યું, મેં જોયું.