દીવાદાંડી
દીવાદાંડી
દેખ દૂર પેલો ઘૂઘવતો સાગર,
એથી દૂર ઊભેલી પેલી દીવાદાંડી,
સદીઓથી અડીખમ એની એ જ જગ્યાએ,
જાણે કે અવધૂતની કોઈ સાધના !
સાગરે ગયેલ સાગરખેડુ કાજે,
જાણે કે અનુભવી પથદર્શક,
લોક સર્વે જુએ દીવાદાંડી,
જોઈને પણ ન જોઈ કરે જાણી,
પથદર્શક બનો, પથદર્શક બનો,
કોઈના તો પથદર્શક બનો,
સદીઓથી માનવજાતને કહેતી રહી,
સાંભળીને પણ ન સાંભળી કરે જાણી,
કંઈ ન કરીએ તો કંઈ નહીં 'મનોજ',
કોઈકના પથદર્શક બની જાણીએ,
માર્ગ ભૂલેલાનો માર્ગ બની જાણીએ,
જીવનને દીવાદાંડી કરી જાણીએ,
આશાહીન માટે આશાવંત બની જાણીએ,
જીવનને દીવાદાંડી કરી જાણીએ.