ભક્તિ
ભક્તિ


ભગવાન પ્રત્યેનો ભાવ,
એનું નામ જ ભક્તિ.
કરે શબરી અને મીરાં,
એનું નામ જ ભક્તિ.
સ્મશાને વગાડે એ ડમરું,
નાદ ઊઠે મુજ હ્રદયે.
શિવલિંગ પર ચઢે ફૂલહાર,
મહેક ઉઠે મુજ હ્રદયે.
જિહ્વાએ સદા તુજ નામ હો,
નેત્રે સદા તુજ દર્શન હો.
હે ! શિવશંકર, આવી શક્તિ દો.
આવી બુદ્ધિ દો, આવી ભક્તિ દો.