સિંદૂર
સિંદૂર
બ્રહ્મચારી ગણો કે સંન્યાસી ગણો,
કે પછી ફરજ પડેલ અપરણિત ગણો,
ગણવું હોય તે ગણો,
કહેવું હોય તે કહો,
અમારે તો આ સિંદૂર છે,
હનુમાનજીને તે પ્રિય છે,
બજરંગબલી તો સર્વવ્યાપી છે,
અમારે તો પૂજનીય છે,
શનિવાર કેરો પવિત્ર દિન હોય,
તેલ હોય અને સિંદૂર હોય,
હનુમાનજીને ચઢાવી તો જુઓ,
કૃપા પામશો અંજનીપુત્ર.