આ જિંદગીના પણ ખેલ અનેરા છે
આ જિંદગીના પણ ખેલ અનેરા છે
આ જિંદગીના પણ ખેલ અનેરા છે
જે ગમે છે તે મળતું નથી
જે મળ્યું છે તે ગમતું નથી,
આ જિંદગીના પણ ખેલ અનેરા છે
જે જરૂરી છે તે જડતું નથી
જે જડ્યું છે તે જરૂરી નથી,
આ જિંદગીના પણ ખેલ અનેરા છે
જે પામવું છે તે માનવું નથી
જે માનવું છે તે પામવું નથી,
આ જિંદગીના પણ ખેલ અનેરા છે
જે માગવું છે તે લાગતું નથી
જે લાગતું છે તે માંગવું નથી,
આ જિંદગીના પણ ખેલ અનેરા છે
જે આપણું છે તે સપનું નથી
જે સપનું છે તે આપણું નથી,
આ જિંદગીના પણ ખેલ અનેરા છે
જે જિંદગી છે તે સાદગીમાં નથી
જે સાદગીમાં છે તે જિંદગી નથી.
