ભૂલી જવાયું
ભૂલી જવાયું
પ્રેમ તો મળ્યો પણ પ્રેમાળતાને ભૂલી જવાયું
સ્નેહ તો મળ્યો પણ સરળતાને ભૂલી જવાયું,
મન તો મળ્યું પણ મહેનતને ભૂલી જવાયું
લાગણી તો મળી પણ લહેરને ભૂલી જવાયું,
કિરણો તો મળ્યા પણ કારણને ભૂલી જવાયું
મીઠાશ તો મળી પણ મિત્રોને ભૂલી જવાયું,
સંબંધ તો મળ્યો પણ સંસ્કારને ભૂલી જવાયું
જીવન તો મળ્યું પણ જીવાડનારને ભૂલી જવાયું.
