સુખ ક્યાંય મળતું નથી
સુખ ક્યાંય મળતું નથી
બધુ સોંપીને રસ્તો પકડ્યો પણ સુખ ક્યાંય મળતું નથી
હમદર્દ બનીને મદદ કરી પણ સુખ ક્યાંય મળતું નથી,
ઓળખાણ બનાવીને આપણા બનાવ્યા પણ સુખ ક્યાંય મળતું નથી,
મહેનત કરીને મહાનતા કેળવી પણ સુખ ક્યાંય મળતું નથી,
વિચાર બદલીને વાચાને વાગોળ્યા કરી પણ સુખ ક્યાંય મળતું નથી,
દરિયો છોડીને ખાબોચિયાને પસંદ કર્યું પણ સુખ ક્યાંય મળતું નથી,
જીવન બીજાને માટે સમર્પિત કર્યું પણ સુખ ક્યાંય મળતું નથી.
