STORYMIRROR

Sangam Dulera

Tragedy

3  

Sangam Dulera

Tragedy

મળે તો સારું

મળે તો સારું

1 min
376

રાત થતા મેં આંખોને ઢાળી છે જેની કાજે,

એ શમણાઓને હવે આંખ ફૂટે તો સારું.


ને ક્યાં સુુધી રહે આ માછલી બંધ પેટીમાં,

હવે એને પણ,મોજ દરિયાની મળે તો સારુંં.


ને એણે તો કહી દીધું, વસંત વર્ષાની હતી

એટલે પલળી ગયા,

છતાં મેં દુવા કરી એ પાંપણ નીચે કોરા મળે તો સારું.


ને ક્યાં સુુધી ગોતું 'હું' દીવો લઈ અંધારાને,

હવે એને પણ અજવાળું જડે તો સારું.


ને 'સંગમ' કબર, કફન અને મોત એતો મળી રહેશે,

પણ જીવન જીવવાનું એક બહાનું મળે તો સારું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy