એ પણ માણસ છે
એ પણ માણસ છે
ચોર થઈ ચોરી કરતો એ પણ માણસ છે,
પાપનાં પોટલાં ભરતો એ પણ માણસ છે,
મનનો માનસિક તણાવ દૂર કરવા,
દારૂ પી મસ્ત ફરતો એ પણ માણસ છે,
ઓછી બુદ્ધિવાળો એ અનેક અત્યાચાર કરે,
અત્યાચારને આચરતો એ પણ માણસ છે,
મે’નત વગરનું જીવન જીવવા બને કપટી,
ખૂબ અનેકને છેતરતો એ પણ માણસ છે,
ઘેર ઘેર ભટકે છે પેટનો ખાડો પૂરવા,
ભીખ માંગી માંગી મરતો એ પણ માણસ છે,
‘સાગર’ પૂરાં કપડાં-પોષણ મળતાં નથી,
દીન બની નગ્ન ફરતો એ પણ માણસ છે.
