STORYMIRROR

mamta Shrimali

Tragedy

3  

mamta Shrimali

Tragedy

માસૂમ ભીખારી

માસૂમ ભીખારી

1 min
343

બે ઘડીનાં ટ્રાફિક સિગ્નલ પર જોયેલી

જીવનની મારા એક ઘટના માત્ર હતી,

પણ એ ઘટના જ્યારે આખી જિંદગી હતી એની,


આંસુથી ભીંજાયેલી હતી આંખો એની,

બોલી નથી શકતું પણ કદાચ ભૂખ્યા પેટે વીતી હશે રાત એની,


 કોણ જાણે શું ભૂલ હતી એ બાળકની

નાનકડા એના હાથમાં સમાતી નહોતી બોલપેન

પણ બીક હશે એને એના ભાઈની,

જેની કેડે એ લટકતું હતું એટલે કદાચ

પકડ મજબૂત હતી એની,


ભગવાનના સુંદર સ્વરૂપ પર નસીબની ક્રૂરતા પણ કેવી હતી

કે મેલા ઘાટ કપડાં અને ધૂળથી છવાયેલા એ "માસૂમ ભિખારી"ના ચહેરા પર

એ યાતનાં પણ અવર્ણનીય હતી સ્મિતમાં એની.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy