અનામિક સંબંધ
અનામિક સંબંધ
1 min
221
પહેલી મુલાકાત તારી સાથેની કંઈક અલગ જ હતી,
અજાણ્યા હતાં અમે એકબીજાથી,
પણ તારી આંખોમાં વાત કંઈક અલગ જ હતી,
તારું કઈ ના કહેવું અને મારું ચૂપ રહેવું છતાં એ પળમાં આંખોથી કહી જવાની રીત કંઈક અલગ જ હતી,
ખબર નહીં શું કારણ હતું તારી તરફ ખેંચાવાનું
પણ તારી સાથેની મુલાકાતો કંઈક અલગ જ હતી,
રાતના સન્નાટામાં આંખોની ઊંઘ મૂકી તારી સાથે મનની વાતો કરવાની એ ખુશી કંઈક અલગ જ હતી,
શું નામ આપું તને, ના પ્રેમી, ના દોસ્ત ના કોઈ સંબંધી
પણ તારી સાથેનો આ અનામિક સંબંધ નિભાવવાની
મજા કંઈક અલગ જ હતી.
