અનહદ પ્રેમ
અનહદ પ્રેમ
તમારા પ્રેમનો રંગ ભરી ને આ
જીવનને રંગીન બનાવી દઈશ,
ચાહશો જો તમે પૂરા દિલથી તો
હું પણ પ્રેમની દરેક હદ વટાવી નાંખીશ,
તમારા બધા દુઃખ લઈને
તમને મારા બધા સુખ આપી દઈશ,
મળવું અને અલગ થવું કિસ્મતમાં છે
એટલે કદાચ કાલે તમારા જીવનમાંથી હું ચાલી જઈશ,
પણ મારા ગયા પછી પણ યાદ રાખશો તમે મનેે
એટલો અનહદ પ્રેમ તમને કરી જઈશ.

