Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

3.2  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

તારા શહેરમાં

તારા શહેરમાં

1 min
381


મારે ગામડે તો પંખીઓના ટહુકાથી

ગુંજે મારું આંગણ.

પણ તારા શહેરમાં તો માથાનો દુખાવો કરતો

આ શોરબકોર.


મારા ગામડે તો ખેતી વાડી ઊંચા ઊંચા વૃક્ષો

આપે તન મનને નવી ઊર્જા.

આ તારા શહેરમાં તો ઊંચી ઊંચી બિલ્ડિંગ

આપે મન ને જાજી તાણ.


મારા ગામડે તો ચોખ્ખા દહી દૂધ.

એવાજ ચોખ્ખા માનવીના મન.

તારા શહેરમાં તો આ પાઉચના દૂધ,

માનવીના તન ઉજળાને મન મેલા.


મારા ગામડે તો ગામનો ચોરો,

એક બીજાનાં દુખે દુ:ખી એક બીજાના સુખે સુખી અહીં.

તારા શહેરમાં તો ભીડમાં પણ શ્રાપ એકલતાનો વેઠે.


મારે ગામડે તો શિયાળે તાપણીની હૂંફ.

ભાઈબંધોમાં પ્રેમની હુંફ.

તારા શહેરમાં તો ઈચ્છાઓને બાળી તાપ કરે છે.


મારે ગામડે કુદરતની લીલી ચાદર.

આંખોને ઠંડક ને હૈયાને હૂંફ આપે.

તારે શહેર આ સિમેન્ટ કોંક્રિટનું જંગલ,

આ અંગો દઝાડે.


મારે ગામડે તો આ ફૂલો પણ વાયુ સંગે વાતો કરે.

તારા શહેરમાં તો જાણે છવાયો સન્નાટો

પાડોશી પણ પાડોશીને ક્યાં ઓળખે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract