Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Romance

4.0  

Ramesh Patel (Aakashdeep)

Romance

તારા પ્રીતની વાતો ના રે અજાણી

તારા પ્રીતની વાતો ના રે અજાણી

1 min
163


તારા પ્રીતની વાતો ના રે અજાણી.…

વૃન્દાવન વાટે, યમુનાજી ઘાટે

થોડી થોડી જાણી ને હૈયે સમાણી

કાનુડા રે…

તારા પ્રીતની વાતો ના રે અજાણી.


સૂણો રે યમુનાજી, બોલે કદમની ડાળી

આજ ગોપલી, રાધા રાણી ના ભાળી

…ના અમે ભાળી ભાળી રે ભાળી.


ત્યાં વાગી વાંસલડી, નાચે ગાવલડી

દીઠી દોડતી વાટે વ્રજરાણી

કાનુડા રે…

તારા પ્રીતની વાતો ના રે અજાણી.


પૂછે ચાંદલિયો, શરદ પૂનમિયો

કેમ કરી નચાવશે રે રૂપલીયો


અડધી રાતલડી, ઘેલી ગોપલડી

સૂણી વેણુ ને ભૂલી રે ભાન ભોળી


કાનુડા રે…

તારા પ્રીતની વાતો ના રે અજાણી.


કોઈ કહે મારો, કોઈ કહે સૌનો

રે ભૂલી ગયો કે એ છે વૈકુંઠનો

જશોદા માવલડી, ભક્તોની આંખલડી

રિઝ્યો તુલસીએ કા'નો વનમાળી,


કાનુડા રે…

તારા પ્રીતની વાતો ના રે અજાણી.


વૃન્દાવન વાટે, યમુનાજી ઘાટે

થોડી થોડી જાણી ને હૈયે સમાણી

કાનુડા રે…

તારા પ્રીતની વાતો ના રે અજાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance