તારા મારગડે જાવું છે કા'ના
તારા મારગડે જાવું છે કા'ના
હરખે હરિ મળવાના ભાગા
ભોળા નથી અમે તારા જેટલા
લૂંટવા છે હરિરસના લ્હાવા
કાનુડા તારે મારગડે જાવા,
નિત નિત જાશું યમુના ઘાટે
ભલે ગાગરિયું રોજ રોજ ફોડે
ગાગરની છાલકે હૈયું ભીંજાતાં
ઝીલીએ મીઠડા એ વ્યવહારા
કાનુડા તારે મારગડે જાવા,
વાગે વાંસલડી વૃંદાવન વાટે
છે લેવા ને દેવા સ્મિત મધુરા
નથી ભોળા નથી અમે બાવરા
પરમાનંદે લૂટી લૂંટશું રે લ્હાવા
કાનુડા તારે મારગડે જાવા,
હાલોને લૂંટવા રસીલા લ્હાવા
થાશો ભોળા તો જ લૂંટાવાના
જાગશે હરિ મળવાના ભાગા
કાનુડા તારે મારગડે જાવા…,
રે રે તારા મારગડે જાવું છે કા'ના…
તારા મારગડે જાવું.
