તાપી
તાપી
તાપી તું સરિતા સતેજ સતતે સંકેત આપે મને
ભાસે દૂરસુદૂર સાગર સમી સોહાગ શોભા ઘણી,
તાપ્તી નામ વળી સૂર્ય દુહિતા તું દેવી બની પૂજતાં
આપાગૃહ મહીધરે વ મુલતાઇ મૂળ ઊંડા ધરાં,
ગીરી સાતપુડા મહીં ધવલ નીરે ખાબકી જોશથી
વેગે દોડત ખાનદેશ તરફે સીધી પછી સૂરતે,
પૂર્વથી ઝરણાં પશ્ચિમ દિશ દોડે આપગા ચોપગા
બારે માસ વહેવું ને સતત તારે દિલમાં પ્રણયે,
ખંભાતે મળવા ઉતાવળ કરી આવી અખાતે પછી
તાપી તું સરિતા સતેજ સતતે સંકેત આપે મને.