STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

સ્વપ્નની માયા

સ્વપ્નની માયા

1 min
212

અજબની છે આ માયા સ્વપ્નની,

સ્વપ્નમાં તું નજરે આવી ગઈ,

મારી નજર તારી સાથે મળતાં, 

જીવવાની તમન્ના તું વધારી ગઈ,


ખૂબજ સુંદર છે સૂરત તારી,

મારૂં રોમ રોમ તું લહેરાવી ગઈ,

એકલતાભરી આ જિંદગીમાં,

પ્રેમની શરણાઈ તું વગાડી ગઈ,


તારી તીરછી નજરની અસરથી,

મુજને મોહમાં તું ડૂબાડી ગઈ,

મારા મનને મદહોશ બનાવીને,

ભાન શાન મુજને ભૂલાવી ગઈ,


છેલ છબીલી મસ્ત ચાલ છે તારી,

મુજને નિદ્રામાંથી તું જગાડી ગઈ,

મિલનની દિલમાં તડપ વધારીને,

પ્રેમ દિવાનો મુજને તું બનાવી ગઈ,


કેવી અદ્ભૂત કૃપા થઈ છે ખુદાની,

આજ અચાનક મુજને તું મળી ગઈ,

મારી સમક્ષ હાથ ફેલાવીને "મુરલી",

દિલમાં હમેશા માટે તું સમાઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance