STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Drama Children

4  

PADHARIYA DINESHKUMAR

Drama Children

સ્વચ્છતાની ગાડી

સ્વચ્છતાની ગાડી

1 min
276

સ્વચ્છતાની ગાડી આવી રે ઓ ભાઈઓ મારા 

સ્વચ્છતાનો સંદેશો લાવી રે ઓ ભાઈઓ મારા,


એ ગાડીમાં કોણ કોણ આવ્યા રે ભાઈઓ મારા,

એ ગાડીમાં સફાઈ કર્મચારીઓ રે ભાઈઓ મારા,


એ ગાડીમાં શું શું લાવ્યાં રે ઓ ભાઈઓ મારા,

ઝાડુ લાવ્યાં ટોપલા લાવ્યા સાવરણાને સુપડી લાવ્યાં,


મોટા મોટા પોસ્ટર ને ચિત્રો લાવ્યા રે ભાઈઓ મારા,

સ્વચ્છતાની ગાડી આવી રે ઓ ભાઈઓ મારા,


એ ગાડી કયાં કયાં જઈ ને ફરતી રે ભાઈઓ મારા

એ ગાડી શેરીએ ગલીએ ઘૂમતી રે ભાઈઓ મારા,


એ ગાડીને કયાં જઈ ઊભી રાખશું રે ઓ ભાઈઓ મારા,

એ ગાડીને ગામનાં ચોરે જઈ ઊભી રાખોને ભાઈઓ મારા,


સ્વચ્છતાની ગાડી આવી રે ઓ ભાઈઓ મારા

તે ગાડીમાંથી શું શું બતાવ્યું રે ભાઈઓ મારા,


તે ગાડીમાં સ્વચ્છતાનો સંદેશો બતાવ્યો રે ભાઈઓ મારા

તમે નાહી ધોઈ શરીર સાફ રાખજો રે ભાઈઓ મારા,


તમે ઘર શેરીની રાખજો સફાઈ રે ઓ ભાઈઓ મારા

તમે વ્યસનનો કરજો નાશ રે ઓ ભાઈઓ મારા,


તમે યોગ કસરત કરી બનજો તંદુરસ્ત રે ભાઈઓ મારા,

સ્વચ્છતાની ગાડી આવી રે ઓ ભાઈઓ મારા,


સ્વચ્છ હશે શરીર તમારું સ્વચ્છ હશે ગામ તમારુ,

સ્વચ્છ હશે જો જાહેર સ્થળો રે ભાઈઓ મારા,


રોગ કદી ગામમાં નહીં આવે રે ભાઈઓ મારા,

આટલો સંદેશો યાદ રાખજો રે ભાઈઓ મારા,


આ સ્વચ્છતા કેરી ગાડી ચાલી બીજા ગામ રે ભાઈઓ મારા

સ્વચ્છતાની ગાડી આવી રે ઓ ભાઈઓ મારા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama