સ્વભાવે શબ્દો નિખાલસ હોય છે
સ્વભાવે શબ્દો નિખાલસ હોય છે
સ્વભાવે શબ્દો નિખાલસ હોય છે,
સરળ નિર્મળ અને સાલસ હોય છે.
હૃદયમાં રમતી રહે જે વેદના,
કહેવાની સહુને આળસ હોય છે.
શોધતા લોખંડને મહેનત કરી,
કહો એને ત્યાં જ પારસ હોય છે.
યુધ્ધને હસવું પડે છે મૂછમાં.
એટલે નાટકમાં ફારસ હોય છે.
સારસી નહીં હોય ક્યારેય એકલી,
સાથમાં જોજો સારસ હોય છે.
કવિ માંડે કેસ મિલકતનો અગર.
શબ્દ એનો સરસ વારસ હોય છે.
'રશ્મિ'નું સ્મારક બનાવવા છે જરુર,
જૂનો સસ્તો અગર આરસ હોય છે.
