STORYMIRROR

KAJAL Shah

Abstract

3  

KAJAL Shah

Abstract

સ્વાર્થથી ગુંથાય જો સંબંધો

સ્વાર્થથી ગુંથાય જો સંબંધો

1 min
123

સ્વાર્થથી ગુંથાય જે સંબંધોની માળા,

રહેતા નથી એ સંબંધો હૂંફાળા,


 છીપમાંજ રહેવાં દો પ્રેમનાં મોતી,

લૂંટાવશો નહીં, એને મારો તાળા,


બંધ આંખે ના, લંબાવો હાથ કદી,

છળી જાય ક્યારેક સ્પર્શો સુંવાળા,


જો જો કાબુમાં, રાખો કદમ કે,

બની જાય ફીસલન એ ચહેરા રૂપાળા,


દેખાય છે ક્યાં, અહીં કોઈને પણ,

અદ્રશ્ય એ અરમાનોના ધુમાડા,


મનની બારીએ હવે ઝાંકવા ન આવો,

કરી દીધા છે મેં કમાડ આડા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract