સવાલ
સવાલ
મારી આસપાસ સવાલ, સવાલ ને સવાલ,
ચારેકોર જાણે સ્થપાયું સામ્રાજ્ય સવાલનું,
ઉદ્ભવે છે વંશ પરંપરાગત સવાલ,
ને પછી મૌન જ બની રહે છે તેનો જવાબ.
જીંદગીનો કોયડો ઉકેલવા કોશિશ કરું,
ત્યારે જીંદગી પોતે જ બની જાય છે સવાલ.
છુપાવાય છે જ્યારે મનમાં ઉઠતાં સવાલ,
ત્યારે સ્થાન નથી રહેતું કોઇ દલીલનું,
ને પછી દિલની ભાષા જ બની જાય છે મૌન.