સૂતેલા મનને જગાડો તમે
સૂતેલા મનને જગાડો તમે
આ અહમની મટકી ફોડો તમે,
ઈશ્વરથી જાતને જોડો તમે,
સદા અહીં ક્યાં રહેવાનું કોઈને !
એટલે મારું તારું છોડો તમે,
વહી ગયેલો સમય નહીં આવે ફરી,
એટલે સમય સાથે દોડો તમે,
અભિમાન રાજા રાવણનું નથી રહ્યું,
ઈશ્વર સંગે ભળવા અહમની મટકી તોડો તમે,
મનના માળિયામાં પડ્યા નફરત ઈર્ષ્યાનાં કાંટા,
મનનાં માળિયેથી ભગાડો એને,
આ મર્કટ મન સૂતું છે ગફલતની નિંદ્રામાં,
આ સૂતેલા મનને જગાડો તમે,
આ હારી ગયું છે મનની સામે હૃદય,
આ હારેલા હૈયાને જીતાડો તમે.
