સૂરજ ચાંદો બન્યાં ઘંટુડો
સૂરજ ચાંદો બન્યાં ઘંટુડો
સાવકો સલાટ બેઠો ઘંટુડો ઘડવાં
ચાંદા સૂરજનો ઘડ્યો રે ઘંટુડો કેવડો !
માંકડી જડી ધૂમકેતુની પકડીને પૂંછડી
ટંકારા બન્યાં આભનાં તારલીયા
ને વાદળાં ઊંઝણ ઉંઝતા ઉડતાં જાય
ઓરણુ અંધારાનું અમાસની રાતડીને હાથ
ધરબ્યો સડાયો ઊભો આખો પડવાસિયે
સાણું રે ઝીલવાં આછું અજવાળિયું
નિંઘરણું રોકે ઝીલી ઝાઝી રે ઝાંકળ
થાળું ભરાયું પરમ પરભાતિયે
અજવાળું છલક્યું મારે મલકમાં આજ
સાવકો સલાટ બેઠો ઘંટુડો ઘડવાં
ચાંદા સૂરજનો ઘડ્યો રે ઘંટુડો કેવડો !