સુંદર ગગન
સુંદર ગગન
ચંદ્ર સાથે હોય દોસ્તી મારી
ફરવાને આભે નીકળે સવારી
ચાલને વિહરીએ કલ્પનાના એ સુંદર ગગન !
પવન સાથે મસ્તી કરતા
પંખીઓનો કલરવ સુણતાં
ચાલને વિહરીએ કલ્પનાના એ સુંદર ગગન !
ટમટમ કરતા તારલિયા સંગ
ગગન આપણે ઘૂમીએ સંગ
ચાલને વિહરીએ કલ્પનાના એ સુંદર ગગન !
ઝાડ જ્યાં ફરે ગીત ગાતાં
પાન આકાશમાં જઈ ઊડતાં
ચાલને વિહરીએ કલ્પનાના એ સુંદર ગગન !
પ્રાણીઓ મીઠી વાતો કરે
ઝાડ પણ નદીએ જઈ તરે
ચાલને વિહરીએ કલ્પનાના એ સુંદર ગગન !
વાંદરાભાઈ જ્યાં રસોઈ કરે
હોટલમાં જઈ ગીતો ગાતાં ફરે
ચાલને વિહરીએ કલ્પનાના એ સુંદર ગગન !
