સતત સરકી વહેતી રહેતી
સતત સરકી વહેતી રહેતી
સતત સરકી વહેતી રહેતી, કીડીઓ જેવી ક્ષણો,
કાચબાની જેમ મંથર ગતિએ, ટહેલતો ચાલતો દિવસ,
તો ય વર્ષનાં વ્હાણાં વહી જતાં જાણે
જેટ વિમાન...
જિંદગીથી મૃત્યુ સુધીની આ ક્ષણો છે?
દિવસો છે કે વ્હાણા છે?
મૃત્યુ આવી જાય એ પહેલાં જો આવી જાય કશુંક મૂળસોતું,
અંતિમ ક્ષણે પકડાઈ જાય,
કાળચક્રની એ અભેદ અંતિમ ક્ષણ...
રોવાની ઈચ્છા થાય તો હું રડી લઉં અને હસીને બધાને હસાવી દઉં,
જે કરવાની ઈચ્છા થાય તે કરવાં માટે મન મારું મથી તો શકે,
અને પછી હું સમાઈ ને ઓગળી જઈશ મારામાં જ,
ઈચ્છા મૃત્યુની જેમ.
