STORYMIRROR

Prafulla Shah

Others

2  

Prafulla Shah

Others

મિત્ર

મિત્ર

1 min
3.2K


મિત્ર એક સૂર,
મિત્ર એક તાલ,
મિત્ર એક નાદ,
મિત્ર છે જીવનનું સૂરીલુ સંગીત.
મિત્ર છે તો દિલ રળિયાત,
મિત્ર છે તો દિલ તરબતર,
મિત્ર છે તો જીંદગી અત્તર અત્તર.
મિત્ર મારું મેઘધનુષ્ય,
મિત્ર મારો રંગરેજ,
ખીલી ઉઠે જીંદગીના રંગ.
મિત્ર મારું હૈયાનું હેત,
મિત્ર જ મારો દિવસ - રાત,
અજવાળે એ આંઠે પ્હોર.
મિત્ર જ મારો પાવન પ્રેમી,
સાથ સદાય એનો દુઃખદ્ સમયમાં,
મિત્ર મારો સંકટમોચન,
મિત્રથી છે સભર જીંદગી.
મિત્ર છે હરિયાળું મન,
શીતળ- મનોહર એની છાંય,
મિત્રથી મન શતરંગી,
મિત્ર છે તો જીવન આનંદી.


Rate this content
Log in