STORYMIRROR

Prafulla Shah

Others

2  

Prafulla Shah

Others

તું અને માત્ર તું જ

તું અને માત્ર તું જ

1 min
14.2K


એક સવાર એવી ઊગી,

માણસોના ટોળાની વચ્ચે,

એણે મને ઓળખી લીધી,

એણે મને મોહી લીધી

વ્હાલપના વેણ એનાં,

સ્નેહભર્યા નેણ એનાં,

શબ્દોની જાદુગીરી અને

સંમોહિત સ્પર્શ એનો,

જન્મોના કોલ લાગે,

જિંદગી અણમોલ લાગે

તૂટીને ચાહવાનો,

દિલમાં ઉમંગ જાગે,

ક્યારેય ના માણી હોય

એવી એક પળ મળે

જિંદગી ને ઝિંદાદિલીનું

જીવંત એક બળ મળે,

એવો એક જીવંત જણ

ખુશીઓની ખાણ બને

દિલ ના માની શકે

એટલો એ પ્રેમાળ બને

સભર બનાવે, તરબતર બનાવે

એવો એ મારો જીવન ખલાસી,

તારે કે ડુબાડે

પણ

તરવું છે સંગ એની

ચાહે કે ના ચાહે

મરજીવા બનીને ચાહવું છે એને,

કારણકે એની ચાહતે મને અંદર સુધી ભીંજવી છે

અને આ ભીનાશ જીવનના અંત સુધી મને ભીંજવ્યા જ કરશે

એવો એ અલગારી,

એવો એ અપ્રતિમ,

એવો એ અલૌકિક!

જે ક્યારે મને સ્પર્શી ગયો

મને અણસાર પણ ના આવ્યો?

અને મારી આખી જિંદગી તેના થકી સભર બની ગઈ!


Rate this content
Log in