STORYMIRROR

Prafulla Shah

Others

2  

Prafulla Shah

Others

એકલી...

એકલી...

1 min
14.1K


હું તો સનસનતી હવા,

...ટોળું વીંધીને હું ચાલી નીકળીશ,

 

મારી સલૂણી એકલતા

...ટોળામાં હું મૂંઝાઈ જઈશ

 

ટોળામાં ચાલવાનું કેમ ફાવશે મને?

...હું કયારેક અથડાઇ જઈશ

 

મને એકલી ચાલવા દો

હું ભૂલી નહીં પડું,

...હું પહોંચીશ

 

માની નાળમાં પણ હું નથી મૂંઝાઈ

જન્મી છું હું તો જીવીશ

તન તોડીને જીવીશ

...પણ મનભેર જીવીશ

 

જીવતરનાં સાત કોઠાં મને નહીં છેદી શકે,

...હું સાતે ય કોઠાં

વીંધીશ,

 

ભીષ્મની જેમ બાણશૈયા મારે નથી જોઈતી

...હું વીંધાઈ જઈશ

 

ટોળામાં જીવવાનું મને નહીં ફાવે

હું તો મારી એકલતા માણીશ

 

હું તો રહીશ મારા આકાશની ટોચે

...પણ ધરતીના વહાલને શ્વસીસ

 

જીવતરનો ભાર મારો અલાયદો

...ને તો ય હળવીફૂલ થઈને ઊડીશ

 

અંતે તો હેમનું હેમ

...નરસિંહની ભક્તિ હું જાણીશ

 

ટોળાની ઘેટાશાહી તોડીને

...હું મારી એકલતાને ચાહીશ


Rate this content
Log in