STORYMIRROR

Prafulla Shah

Others

2  

Prafulla Shah

Others

અધૂરું અધૂરું

અધૂરું અધૂરું

1 min
2.8K


સવાલોની વણજાર અને જવાબો અધૂરા,

અધૂરી છે જિંદગીને

સ્વપ્નાં અધૂરાં,

બાળે છે જીવનને, કોઈ

ઠારે અધૂરું,

ચાહે કોઈ મબલખ પણ

લાગે અધૂરું,

સળગતી આ હૈયાસગડી

વરસે કોઈ અધૂરું,

જબ્બર મારી જીજીવિષા

પણ જીવાય અધૂરું,

મધુરાં છે સંબંધો પણ,

લાગે અધૂરાં,

જીવવું છે ભરપૂર પણ,

તડપ છે અધૂરી,

પામવું છે દિલભર પણ,

ચાહત અધૂરી,

જીવાશે મારી જિંદગી શું મૃત્યુપર્યંત પૂરી?

ક્યાં છે એ બધા જે જાણશે મને પૂરી?

 


Rate this content
Log in