STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Classics Others

4  

Jaya. jani. Talaja."jiya"

Classics Others

સ્ત્રીનો પોકાર

સ્ત્રીનો પોકાર

1 min
414

લાજ પર આજ ધાડ પડી છે 

જાગ હવે,ચીર નિંદ્રામાંથી હુમાયુ 

કેટલી રાખડીઓ આજ રડી છે 

તારી ડેલીયે દસ્તક-હાકલ પડી છે 


થર થર કાંપે નારી નેે ધરા

કળિયુગની ફાળ પડી છે

જાગ હવે, ચીર નિંદ્રામાંથી હુમાયુ

કેટલી રાખડીઓ આજ રડી છે


ફેશનના નશામાં યુવાની આજ લેરે ચડી છે

મૌન હવે તોડો વિવેકાનંદ, 

તમારી ખુમારીને લલકારી છે 


કુપોષણ ને ભ્રુણ હત્યાનો થયો આડો આંંક 

પરિવાર કે સરકાર તેમાં કોનો વાંક,? 


તપસ્યા હવેે છોડો દ્રુપદ

હવન કુંડ =માંથી એક નહીં, અનેક દ્રૌપદીને બોલાવો

નારીની ઝાંખી આજ સૃષ્ટિમાં જોવા મળી છે


આધુનિકતામાં આજનો આદમ સ્વાર્થે ચડ્યો છે

ફરો પાછા પૃથ્વી પર પાંચ પાંડવોની માતા

તમારા મંત્રને લલકારે, આ ધરતી માતા


હવે બોલો મંત્ર કુંતા માતા, દીકરીને જન્મ દેવા

એક દીકરીનું દાન દેવા, પરિવાર કરે છાના કપટ કેવા

તોડો તપ ઋષિ-મુનિનાં,

હિત થાય સૃષ્ટિનું ઔષધ શોધો એવા 


ધરતી ખેડતાં જનક તે, એક પુત્રી નિહાળી

દેવા દીકરીને જનમ હવે, નથી રહી એક નારી

હવે એક નહીં, લાખો જનક ખેડો આ ધરાને

મળે અનંત સ્ત્રી બાળા, દાન આપો સંસારને


છે ખાલીખમ આજ વ્યાયામ શાળા

સિનેમાહોલ અને થિયેટર ખીચોખીચ

મોર્ડન ને પોપ સોંગની લત ચડી છે


નથી મૃત માઇકલ જેકસન

દેખાતી યુવાન જિંદગીમાં તેની એક્શન

કરી અક્કલ વગરની નકલ

બગાડી યુવાધનને એની સિકલ


હવે માતાઓ જાગો, સંતાનને 

આરોગ્યપ્રદ ઘરનું જમાડો

વધુ સમય ઘરમાં રાખો ને પ્રેમથી રમાડો


Rate this content
Log in

Similar gujarati poem from Classics