'સ્ત્રી'
'સ્ત્રી'


ઉઠી એ રોજ સવારે કરે તકરાર,
ને,કહે મને તે બગાડી મારી સવાર.
વિદ્યાર્થીને મળે વર્ષે ઇનામ.
મને મળતા રોજ ઉપનામ.
મારુ સ્ત્રી હોવાનું એ પ્રમાણ ?
હે ! ખુદા સ્ત્રી હોવાનું આ અપમાન !!
કલાકો ના કલાક કામ કરતી,
ઘર માં, ન આવક ભરતી.
મળે ન એટલે સ્ત્રીને સન્માન.
દેહમાંથી દેહ ઉત્પન્ન કરતી.
દેહ, દૂધ, ( માતાનું દૂધ ) નું હિસાબ ના કરતી,
સપના,અરમાન,જીવનનું બલિદાન કરતી.
ન માંગતી કિંમત શહાદતની,ને શહીદ થઇને મરતી.
થઈ ક્યારેક સતી, દેવી ને શક્તિ થઈ જીવતી રહી.
લાખો અરમાન કુરબાન કરી, એક જીવને,
જીવવા લાયક કરતી રહી.
માં સમાન કોઈ દેવી નહીં, બની શકાય છે દેવી.
માં કદી બની શકાતું નથી. માં એક શક્તિ છે.
જે પ્રગટે છે. બનતી નથી. તે નારી શક્તિ છે.