સ્ત્રી એક પ્રેરણાસ્ત્રોત
સ્ત્રી એક પ્રેરણાસ્ત્રોત


સ્ત્રી છે એક જ પ્રેરણાસ્ત્રોત સૌનો .
હોય એ ઝાંસીકી રાની કે રાણકદેવી!
હોય એ મીરા, સીતા કે મંદોદરી !
કે હોય કાનાની રાધા ગોવાળણી!
ઈંદીરા બની ભારતદેશની પ્રેરણા
સોનિયા બની કોંગ્રેસની પ્રેરણા
મેનકા બની શાકાહારીઓની પ્રેરણા
મમતા બની દલિતોની પ્રેરણા !
વૈજયંતી વહીદા બની અભિનયની પ્રેરણા
સાનિયા ને પ્રિયંકા બની રમતવીરોની પ્રેરણા
કલ્પના ચાવલા અવકાશયાત્રીઓની પ્રેરણા
નિરજા બની ગઈ દેશપ્રેમીઓની પ્રેરણા!
નદી છે એક સ્ત્રી મીઠા પાણી અર્પતી
હવા છે એક સ્ત્રી સૌને જીવનદાન દેતી
ધરા છે એક સ્ત્રી સૌનીઆધાર બનતી
જ્યોત છે એક સ્ત્રી જ સૌનાં હૃદયે વસતી ઈશ્વરી !