STORYMIRROR

Pratiksha Pandya

Inspirational

4  

Pratiksha Pandya

Inspirational

સત અસત

સત અસત

1 min
352

નિબીડ અંધાર પછેડી ઓઢી રાત કાળી ઉગે,

જંપ્યા સૌ પશુ પંખી, જગ નિરાંત તાણી સૂવે.


આભે કરે ચાંદની છબછબીયા,શશીછત્ર ધરી,

શિયાળવાની લાળી, તમરાં ખોળે ભેંકાર સૂંઘે.


ઈમારત ઊંચી, ફરતે પંખી પાંખો ચીસો પાડતી,

ડરથી જે મનખા ડારે, જગઆંગણ સન્નાટો ચૂવે.


અંતિમધામે ભૂતાવળ ભમી કાળાશને તો લીંપી,

અધુરા ઈચ્છાતમ કરવા દૂર, તેજ માટે ફાંફા ખૂંદે.


એમજ માનવી કર્મે સૌ, અનિષ્ટ કાળા ચીતરી,

ભીતર ભરમભેદ ભંડારી, વ્હે કાળ વિષમ રૂપે.


આડા હાથે કાળા કામ,ડારે જગને પલીત બની,

શાંતી માટે તલસે પછી, ભમે ત્હીં જીવનભર રૂહે.


છૂટવા મ્હીં તરફડીયા આજો, ભીતરની કરે ખોદાઈ,

સતઅસતની લડાઈ જીતી જે, બ્રહ્મનાદે અંનતે પૂંગે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational