સરતા વારી
સરતા વારી
વાદળથી વછૂટ્યા અવનીમાં આવી પડ્યા
એમને નોખા નોખા મળ્યા છે ઠામ,
સરિતા સરોવર ને ખાડા ખાબોચિયા
એમના નોખા નોખા પડ્યા છે નામ,
સરોવરના સંગી એ તૃષા કંઈકની ઓલવી
ખાડા ખાબોચિયાના સંગી બના દુર્ગંધની ખાણ
નદીના નીર ને જે મળ્યા એ પહોંચ્યા સમુદ્રને પેટ
કોઈ ને તાર્યા કોઈ ને ડૂબાડ્યા કેવી એની વેઠ,
ગંગાના નીર ને જે મળ્યા એ થયા છે તીર્થરૂપ
કલાલોના ઘરમાં જે ગયા એને મળ્યું મદિરા સ્વરૂપ
નાના થઈ જે છિપમાં સમાણા મોંઘા એના મૂલ
ગુણ વિના જેને મોટુ થવું મોટી છે એની ભૂલ.
