STORYMIRROR

Nana Mohammedamin

Tragedy

4  

Nana Mohammedamin

Tragedy

સરકારી નોકરીની હાય હાય

સરકારી નોકરીની હાય હાય

1 min
256

કાચની જેમ ટૂટીને વિખરાય ગઈ જિંદગી મારી,

ઉગી હતી આશાની કિરણ એ અંધારી રાતમાં અટવાઈ ગઈ.


નોટ બનાવવામાં અને કમાવવાના ચક્કરમાં હંફાવી ગઈ,

કોલેજ પ્રવેશ અને નોકરીના આંટાફેરામાં જિંદગી થાકી ગઈ .


રાત દિવસ એક કરી તૈયારી કરી હતી પરીક્ષાની,

પરિણામના ઈન્તેજારમાં બેઠા તો નવું નજરાણું પકડાવી ગઈ.


લોકોનાં મહેણાં-ટોણાં સાંભળવાની તો આદત થઈ ગઈ,

કોઈ હાલ પૂછીને લાગે એવું કે મારી નસીહત થઈ ગઈ.


સરકારી નોકરી પાછળ તો આંધળાની જેમ દોટ મૂકી,

લઈ-લઉં..લઈ-લઉંની લાયમાં તો કૂટી કોડી પણ ખોઈ.


કાગળની ડીગ્રીઓથી અલમારી તો મારી ભરાઈ ગઈ,

"ના ના" ન જાણે કેમ છતાંય મુઠ્ઠી ખાલી રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy