STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૮૭

સરદારનું ગીત - ૮૭

1 min
486

ગાંધી-સરદાર

આદર્શો ખૂબ ગાંધીના, અપનાવી શકેલ રે;

મૂકવા કામમાં એને, ઝઝૂમતા રહેલ રે,

સત્યાગ્રહો કરી જાતે, લડતા સરદાર રે;

ને આશીર્વાદ ગાંધીના, મેળવતા અપાર રે,


ગાંધી ટોપી ન રાખીને, ગાંધીવાદી રહેલ રે;

ગાંધીની કાળજી રાખી, સેવા ઘણી કરેલ રે,

પોતાની કરતા નો’તા, કદીયે દરકાર રે;

ગાંધીજીની બિમારીમાં, પોતે વહેલ ભાર રે,


સ્વરાજ બાદ ગાંધીજી, ઓછું જીવી શકેલ રે;

જીવેલ જેટલું તેઓ, વલોપાતે ગયેલ રે,

એના પછી ઘણું ઓછું, જીવેલા સરદાર રે;

સમય એટલો કર્યો, દેશ માટે પસાર રે,


સ્વતંત્ર બનતાં તેઓ, જાતે કરે વિચાર રે;

ભાગલામાં કરી નો’તી, ગાંધીની દરકાર રે,

અહિંસા બાબતે બંને, જુદા પડી ગયેલ રે;

પાલન કરવા ગાંધી, ચુસ્ત થૈ’ વળગેલ રે,


સરદાર જુવે ટાણું, પછી નિર્ણય થાય રે;

આદેશ આપવા માટે, કદી’ ન ખચકાય રે,

વધુ પ્રભાવ ગાંધીનો, બધા પર પડેલ રે;

ને સરદારની હાંક, ગાંધી પર રહેલ રે,


ગાંધીનું માન રાખીને, પદ ત્યાગ કરેલ રે;

વડાપ્રધાન ને’રૂને, બનવાનું થયેલ રે,

વિચારસરણી બંને, નો’તી એક સમાન રે;

બીજાનો ઉધડો લેવા, સરદાર મહાન રે,


વાતો કઢાવવા માટે, કુશળ સરદાર રે;

બાતમી પામવા ટાણે, ગાંધીજી ખાય હાર રે,

વાતોને ટાળવા માટે, પોં'ચેલા સરદાર રે;

ઓછું બોલી કરે તેઓ, ભાષણો ધારદાર રે,

**

ગુરુ માનેલ ગાંધીને, આદર્શો પાળતા હતા;

પાળવા આંખ મીંચીને, એમાં જરા ન માનતા.

(ક્રમશ:)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract