સરદારનું ગીત-૮૪.
સરદારનું ગીત-૮૪.
સરદારી કૂચ (ઈ.સ. ૧૯પ૦)
ભારત પાકના થાય, લઘુ-મતી કરાર રે;
પક્ષકાર બની એમાં, રહેલા સરદાર રે.
પંદર લાખની થેલી, જન્મદિને મળેલ રે;
સરદારે બધાં નાણાં, સેવા માટે ધરેલ રે.
જીવનની પળો તેણે, સેવામાં વાપરેલ રે;
રજવાડાં કરી એક, દેશ એક બનેલ રે.
યાત્રા કન્યાકુમારીની, મે માસમાં કરેલ રે;
વિખ્યાત મંદિરે તેણે, અર્ચના આદરેલ રે.
અર્ચના કરતાં તેઓ, કરી રહ્યા વિચાર રે;
સંતને દૂભવી કોઈ, પામી શકે ન પાર રે.
ક્ષાણભંગુર છે દેહ, લક્ષમી માયા ગણાય રે;
પ્રપંચો કરવા પાર, પ્રભુ કરે સહાય રે.
પરિણામ વિશે ચિંતા, મનમાંથી કઢાય રે;
ઈશ્વર ફળ આપે જ, સદા કામ કરાય રે.
ચિંતા ઈશ્વરને સોંપો, સમર્થ એ જ એક રે;
માગશો બળ તો આપે, એતો મહાન નેક રે.
સરદાર હતા ખૂબ, પ્રભુમાં માનનાર રે;
ઓશીકા પડખે ગીતા, હંમેશાં રાખનાર રે.
વીસ સપ્ટેમ્બરે તેઓ, નાસિકમાં ગયેલ રે;
કોંગ્રેસમાં જઈ તેણે, પ્રવચન કરેલ રે.
ત્રણ દિવસ રોકાણ, નાસિકમાં થયેલ રે;
ત્યાનું કામ કરી પૂરું, દિલ્લી પાછા ફરેલ રે.
નવ નવેમ્બરે એક, સભા માટે ગયેલ રે;
ચીન-તિબેટને મોટો, ખતરો છે કહેલ રે.
દયાનંદ વિશે તેઓ, શ્રદ્ઘાવાન બનેલ રે;
તેઓએ તેમનાં કાર્યો, પ્રાણ પૂરી કરેલ રે.
સદા કુનેહની માળા, ગરદને રહેલ રે;
નિર્ણયો એટલે તેઓ, સારા કરી શકેલ રે.
**
લથડતા શરીરેય, આગળ ડગલાં ભરે;
રાત-દિવસ જોતા ન, દેશનો ભાર લૈ’ ફરે.
(ક્રમશ)
