Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૮૦.

સરદારનું ગીત-૮૦.

1 min
740


જૂનાગઢ (ઈ.સ. ૧૯૪૭)


જૂનાગઢ નવાબે તો, ઉતાવળ કરેલ રે;

ને પાકિસ્તાનની સાથે, જોડાણ નોતરેલ રે.

જાણી આ વાત લોકોમાં, ખળભળાટ થાય રે;

તેનાથી અખબારોમાં, ઊહાપોહ કરાય રે.


બની વંટોળ ફેલાયો, અહીં પ્રજાવિરોધ રે;

તોયે નવાબને નો’તો, મળી શકેલ બોધ રે.

સરદારે સમાચાર, શાંતિથી સાંભળેલ રે;

જૂનાગઢ જવા માટે, મેનનને કહેલ રે.


મેનન સાંભળી વાત, જૂનાગઢ ગયેલ રે;

ને નવાબ હતો માંદો, ત્યાં મળી ન શકેલ રે.

માણાવદર પોં’ચીને, ખાન પાસે ગયેલ રે;

ભારતસંઘની સાથે, જોડાવાનું કહેલ રે.


ખાન ન માનતા તેઓ, માંગરોળ ગયેલ રે;

ને માંગરોળ જોડાવા, તૈયારીમાં રહેલ રે.

જૂનાગઢે હવા ખૂબ, ઉગ્ર બની જણાય રે;

યુદ્ઘનો ભય લોકોમાં, જલ્દી ફેલાય જાય રે.


શરૂ સામાન્ય લોકોએ, હિજરત કરેલ રે;

ભયમાં અખબારોએ, વધારો આદરેલ રે.

એમાં બાબરિયાવાડે, જોડાણખત થાય રે;

નવાબને થયો ગુસ્સો, સૈન્ય ત્યાં મોકલાય રે.


રક્ષાણ કરવા તેનું, તૈયાર સરદાર રે;

સૈન્ય મોકલવા માટે, કરી લીધો વિચાર રે.

જોડાવા લોકસેનામાં, દોડી યુવાન જાય રે;

ને સરદારના વ્યૂહો, અહિંયા ગોઠવાય રે.


દ્વિપાંખિયો થયો હલ્લો, ને નવાબ ફસાય રે;

ભાગ્યો જીવ બચાવીને, કરાંચી બાજુ જાય રે.

લોકસેના ગઈ જીતી, હર્ષગીત ગવાય રે;

ભારતસંઘની સાથે, તેનું જોડાણ થાય રે.


**

તેર નવેમ્બરે લોકો, મુક્તિ દિન મનાવતા;

સરદારે લઈ આપી, જનતાની મહાનતા.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati poem from Classics