સરદારનું ગીત-૭૪
સરદારનું ગીત-૭૪
ચૂંટણી પછી (ઈ.સ. ૧૯૪૬)
કરાય ચૂંટણી પાછી, જીતી કોંગ્રેસ જાય રે;
કોઈક પ્રાંતમાં તોયે, મિશ્ર પક્ષ રચાય રે.
સરદાર ફરે ખૂબ, બનીને ચેરમેન રે;
કામ વગર તેઓને, નો’તું પડેલ ચેન રે.
ફરતાં માંદગી પાછી, ખૂબ વધી ગયેલ રે;
તોયે પતાવવા કામ, આરામ ન કરેલ રે.
બ્રિટનથી અહીં પાછું, મંડળ મોકલાય રે;
કોંગ્રેસ લીગને તેઓ, કરવા ખુશ જાય રે.
પણ ખપે ન ઝીણાને, પાકિસ્તાન સિવાય રે;
કામ મંડળનું તેથી, બની નિષ્ફળ જાય રે.
દશા આ વચગાળાની, રચવા સરકાર રે;
એના માટે નહેરૂ દે, ઝીણાને આવકાર રે.
ઝીણા વિરોધમાં જાય, અંધાધૂંધી કરાય રે;
લૂંટાય છે દુકાનોને, હડતાળો પડાય રે.
ઘાયલ થાય રાહીઓ, વાહનો બંધ થાય રે;
ઘણાંની કતલો થાય, ધમાઁતરો કરાય રે.
એના જવાબમાં સામે, હિંદુ-શીખો થયેલ રે;
રકતરંજિત તેનાથી, કલકત્તા બનેલ રે.
નારીઓને ઉઠાવી જૈ, લગ્નો કરી નખાય રે;
લગાડી ઘરને આગ, બરબાદ કરાય રે.
સુણી અંતર ચીરાઈ, ગાંધીજીનું ગયેલ રે;
ને સરદાર આ જાણી, ખૂબ જ ઉકળેલ રે.
મુસ્લિમ લીગનાં વધ્યાં, તોફાનો હદબા’ર રે;
ને સામે વચગાળાની, જોડેલ સરકાર રે.
ઈરાદો નાખવા બાધા, મુસ્લિમોનો રહેલ રે;
અંગ્રેજોએ કરી વાતો, કોમવાદ કરેલ રે.
નાણામંત્રી પદે એનો, લિયાકત રહેલ રે;
કોંગ્રેસની બધી માંગો, નામંજૂર કરેલ રે.
**
સરદાર બધી વાતે, ખૂબ સમસમી જતા;
સત્તા પૂરી મળી નો’તી, સહન કરતા હતા.
(ક્રમશ)
