STORYMIRROR

Khyati Anjaria

Children

3  

Khyati Anjaria

Children

સપનું

સપનું

1 min
14.1K


વાદળ વચ્ચે મુકી નિસરણી,

સોનપરી તો આવે,

મારી ગુડિયા રાણી ને એ હળવે હાથે સુવાડે,


મીઠો મીઠો પવન પણ જાણે હુકમ છે મારો માને,

મંદ મંદ પોતાની મસ્તી માં વાયે છાને માને,


ચાંદામામા પોતાની ભાણી ને મીઠું મીઠું રમાડે,

તારાઓની લાઇન લાગી છે આજે ઊભે આડે,


ઢીંગલા, ઢીંગલી, રીંછ ને વાંદરા ભાઈ તો ગયા સુઈ,

મારી લાડકવાયી તું પણ સુઈ જા, તું તો છે બહુ ડાહી,


સવાર થશે વહેલી વહેલી,

સુરજ દાદા ૫ધારે,

મારી દિકરી ને ઉઠાડે,

સ્કુલે જવા જગાડે.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Children