સપનાઓ
સપનાઓ
રાજકુમારી મારી પોઢી છે, મખમલ ના ગાદી તકિયે,
સપનાઓ મીઠા જોતી, એ મીઠું મીઠું મલકે.
સપનામાં છે રાજકુમાર ને, પરીઓ સુંદર સુંદર ,
આકાશે આંબે એના સપના, ઓઢી કલ્પનાની ચાદર .
સપનાઓની આ દુનિયા, મારી લાડકવાયી સદાયે મ્હાણે ,
મીઠા સપના સાચા પડે, એની દુનિયા જગમગાવે .
આશિષ આપું અંતરના , તારું સ્મિત કદી ના વીખરાયે,
હસતી રહે તું, મારી પરી, ચાહે સુવે , ચાહે જાગે .