STORYMIRROR

Vijay Parmar

Fantasy Children

4  

Vijay Parmar

Fantasy Children

સપનાની સફર

સપનાની સફર

1 min
409

ચાલ મન તને સપનામાં સેર કરાવી દઉં, 

કલ્પનાની પાંખે નવી દુનિયામાં લઈ જઉં, 


ચાલ મન તને નવા ગ્રહ બતાવી દઉં,

પરગ્રહવાસીઓ સાથે વાત કરી લઉં, 


અંતરીક્ષની દુનિયામાં જઈ પગ મૂકી લઉં,.

ચાલ મન તને સપનામાં સેર કરાવી લઉં, 


સપનામાં જઈ બસ મારું રાજ કરી લઉં, 

થાય ત્યાં આપણું મનગમતું કામ કરી લઉં 


સપનાની દુનિયા હશે નિરાળી, બસ મજા કરી લઉં, 

જરા જોઉં હું સપનામાં જઈ મનની મજા માણી લઉં, 


ઉડતી રકાબી જોઉં તેની સવારી કરી લઉં, 

ઉડતી રકાબીમાં બેસી એક અંતરીક્ષનો આટો મારી લઉં, 


નવા ગ્રહના મિત્રની સાથે દોસ્તી કરી લઉં ,

મનની કલ્પના થકી સઘળી મજા માણી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy